લાવી દે ચપટીક શમણું કે કોરીમોરી આંખમાં આંજી મેળે જાઉં
સખી, ગળામાં ગુમસુમ બેઠી કોયલ એને આંબો દેખાડી ગીત ગાઉંકુંજડીની હાર જેવું નાનપણનું સુખ હતું
આઘે આઘે કયાંક ઊડી ગયું
આવ્યું એક વયનું અજાણ્યું વહાણ
મારી છાતીમાં આવી બૂડી ગયુંકોણ રે ભૂલી ગયું આ પવનમાં કંપ કે વેલ-શી વલવલતી વળ ખાઉં ?
ગયા રે મેળામાં જોડિયો પાવો જોઈ
તારા ગાલ પર વાંસળી વાગી’તી
બબ્બે રાતે તું માંડ માંડ સૂતી
અમથાક સૂરમાં ઝપ્પ દઈ જાગી’તીસખી, મને ચીંધ એવી પરબ જ્યાં સૂક્કા ઉજાગરાને પાણી પાઉં
મને કહે તો ખરી કે
આંખોમાં રંગ મારે ભરવાના કેટલા ?
મુઠ્ઠી ભરીને સાથે લેવાની
આપી દઈશ જેને સ્પર્શ જોઈએ જેટલા
મેળામાં જાત જાતની ગૂંથાતી ભાત ભેળી આભલાંની કોર થાઉં
નિસર્ગ આહીર : ર૩-૭-ર૦૦૮
Leave a Reply