તને ગમે તો સાવ સાચું સગપણ આપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપુંરસ્તે ચાલતાં મળી રહે જાત જાતના લોક
આપણા જેને કહીએ એવા કોઈ એમાં ન હોય
ચહેરા ગમી જાય કદાચ કોઈ રૂપાળા
ચાહત ચપટીક માંગીએ ત્યાં તો ખોબેખોબે રોય
અડધા પડધા એવા સંબંધો કાયમ ઉથાપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપુંબોલવા ખાતર બોલીએ ગાવા ખાતર ગાઈએ
મનમાં ગુંજે એવું અમથું ઊગે નહિ કોઈ ગીત
તોલી તોલીને માણસ જોઈએ તોલીને સગપણ
આવી ગોઠવણીમાં કયાંથી પ્રગટે સાચી પ્રીત ?
કોઈક અંકુર મારામાં ઊગે તો ન કાપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપુંસઘળા લોકો સગવડિયા, સગવડિયા સંબંધો
કોઈક કદાચ જુદું વિચારે તો એને અવગણે
ઈચ્છા રાખે આરતીની ને ખોબા જેવડું મન
સાચ્ચે સાચ્ચી ઝાલર એમાં કયાંથી રણઝણે ?
ઝરૂખે બેસી બેસી જૂઠ્ઠાણાની છાયા માપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપુંતને ગમે તો સાવ સાચું સગપણ આપું
કોઈ નથી પોતાનું, તને દિલમાં સ્થાપું
નિસર્ગ આહીર : ડીસેમ્બર ૮, ર૦૦૮.
Leave a Reply