મારે દીવડે તું દિવ્ય સ્થાપે,
એકાંત હોય કે અંધારું, કાપે,
સગપણ તારું સમજણ આપે,
કે પ્રેમ એટલે તું,
કે પ્રેમ એટલે તું…ગયા ભવની તરસ ટળે,
નવું આકાશ આવી મળે,
ઈચ્છા વગર અઢળક ફળે,
ને અપરંપાર છું,
કે પ્રેમ એટલે તું…નજર નાખું ને નદી થાય,
પીડા પાણી શી વહી જાય,
મોર બની કોણ મને ગાય ?
ઉત્તરે હું પામું શું ?
કે પ્રેમ એટલે તું…આરપાર ધોધમાર આવે,
મારામાં મને વરસી લાવે,
ભીની ગંધના જે ભાવ વાવે,
એે કવિતા લખું હું,
કે પ્રેમ એટલે તું…
નિસર્ગ આહીર : જુલાઈ ૧પ, ર૦૦૯
Leave a Reply