એકેએક ઘૂઘરીમાં રસ ઘૂંટાય ને પછી રચાય તું
અંગેઅંગ રંગ અનંગ રણઝણે ને પછી થાય તુંઉછીની તારી નજર માગી
નભ ખૂદનું નીરખે રૂપ
બેચાર વાદળી ટોળે વળી
ભરતી રહે ભીતરના કૂપ
જ્યાં ગીત ન એકે ગૂંજે ત્યાં ત્યાં વરસતી જાય તું
એકેએક ઘૂઘરીમાં રસ ઘૂંટાય ને પછી રચાય તુંરૂપ તારું સખી, એવું સુગંધી
ફૂલ ને ભમરા ખબર પૂછે,
હૈયેથી કેવું હેત નીતરે
કે ઝાકળ સુખનું આંસુ લૂંછે ?
તું સુખશૈય્યામાં સુતી હો ને સપનું મજાનું ગાય તું
એકેએક ઘૂઘરીમાં રસ ઘૂંટાય ને પછી રચાય તુંકામણ તારું જાણે કોયલ
કે આંબે આંબે ઘૂમે ઝૂમે,
મનમાં તારી શી મંજરી મહોરી
કે પાંદડે પાંદડું ચૂમે,
કદી તનમાં, કદી વનમાં, કદી પવનમાં વાય તું
એકેએક ઘૂઘરીમાં રસ ઘૂંટાય ને પછી રચાય તું
નિસર્ગ આહીર : જુલાઈ ર, ર૦૦૯
Leave a Reply