બસ, તને જોયા કરું
ફૂલના રંગમાં ફાલી
પાંદડીના પાલવમાં પોઢે
એક નજર નાખું ત્યાં
આખી વસંત તું ઓઢે,
પલપલ ભાન ખોયા કરું,
બસ, તને જોયા કરું,આંખે બેઠો મોર
આખો અષાઢ ઘૂંટી પૂછે,
જેના નામે તું ઘેરાયો
એવું એ છોકરીમાં શું છે?
હું મૌન મોહ્યા કરું,બસ, તને જોયા કરું.
કોઈને મન તું છોકરી
મારે તો કામણનું ધામ,
તું નામનું વાદળ
મબલખ વરસે મારે ગામ,
નેવાં રૂપે રોયા કરું,
બસ, તને જોયા કરું.
નિસર્ગ આહીર : જુલાઈ રર, ર૦૦૯
Leave a Reply