કચકડાના કાચા સંબંધની કડવાશને દૂર કરી નાખીએ
કોઈ ન હોય આપણું તો આપણી જ હયાતીને ચાખીએઆપણા સૂરજને એકલા એકલા ઊગવાનું ગમતું નથી
નથી ગમતું આ ચાંદાને એકલાં એકલાં કંઈ આથમી જવું,
આપણે કોઈકને ગમવા લાગીએ કે કોઈ આપણને ગમેઅને તું જ આવે છે મીઠીમીઠી રાત થઈ મારા સંગે,
હું હોઉં તારા સપનામાં અને મારા સ્પર્શને તું રંગે,અચાનક આવી મને અંદરબહાર આખેઆખું ચૂમે,
તું આવે ને મન મારું તને આકંઠ આલિંગીને ઝૂમે,
સખી, આખી રાત પછી વહે તારી સંગ રંગેચંગે,
અને તું જ આવે છે મીઠીમીઠી રાત થઈ મારા સંગે,એવું થાય છે હૈયામાં કે નદીઓ ભરી વહાલ કરું,
મારા શરીરના અંગેઅંગ તને શ્વાસ જેમ ભરું,
જાણે તું મારા હોઠ પર છલકાતી ચુંબન-તરંગે,
અને તું જ આવે છે મીઠીમીઠી રાત થઈ મારા સંગે,તું આવે છે તો પૂરેપૂરી આવ મારા હૈયા પર,
કશું જ ન હોય તારાથી દૂર, મારામાં જ ઘર કર,
તને એટલી ચાહવી કે તુંજ હો પ્રેમના ત્રિભંગે,
અને તું જ આવે છે મીઠીમીઠી રાત થઈ મારા સંગે.
નિસર્ગ આહીર : માર્ચ રપ, ર૦૧૦
Leave a Reply